0268-2587403 | Follow us on:

About THE UTTARSANDA PEOPLES CO-OP BANK LTD.

દેશમાં સહકારી પ્રવૃત્તિનો સને. ૧૯૦૪ માં ઉગમ થયો અને સામાજિક અને આર્થિક ક્ષેત્રે તેનો પ્રવેશારંભ થઇ રહ્યો હતો ત્યારે આ ગામના વડીલોએ તેનું મહત્વ સમજાયું અને અગમના એંધાણ વાપરી ગામના આર્થિક અને સામાજિક ક્ષેત્રેના પ્રશ્નો હલ કરવા તેમને શાહુકારોના આકરા વ્યાજ વટાવના પંજામાથી મુક્ત કરી ખેતી, વ્યાપાર, ધંધા તથા સામાજિક ઉન્નતિ માટે જરૂરી નાણાં સરળ રીતે પ્રાપ્ત થઇ શકે તે માટે તેમનીજ બચતો ભેગી કરી તેમનાજ ઉપયોગ માટે દીર્ઘ દ્રષ્ટિ વાપરી તા.૯-૪-૧૯૩૭ ના રોજ આ બેંકની અસલ ઉત્તરસંડા મલ્ટિપરપઝ ક્રેડિટ કો.-ઓ. સો. લી. ના નામે સ્થાપના થઇ.

સને ૧૯૩૭ ની સાલ માં ફક્ત ૨૩ સભાસદો રૂ.૧૦૦ ની થાપણો અને રૂ. ૧૩૦ ના મામૂલી શેર ભંડોળમાંથી ઉભી થયેલી આ બેંક આજે નાના બીજમાંથી વિશાલ વટવૃક્ષ સમાન થઇ છે.તેની ઉત્તરોત્તર પ્રગતિનું વિહંગાવલોકન રજુ કરતા આનંદ થાય છે.

મંડળીએ પ્રથમ વર્ષથી જ પ્રગતિ કરવા માંડી હતી. દેશમાં સહકારી પ્રવૃત્તિના પાયા નાંખવા લાગ્યા લોકોને તેનું હાર્દ સમજાયું અને તેને બળવત્તર બનાવવા કાયદાઓ અને સુધારાઓ અમલ માં આવ્યા ધિરાણ વિસ્તૃત કરવા પર ભાર મુકાયો. જીવન ધોરણ ઊંચું લાવવા ખેતીના અને બિન ખેતીના ધિરાણો પુરા પાડવા લોકોની ફાજલ બચતો ને આકર્ષવા, તા. ૧-૧-૪૪ ને રોજ મંડળી ધી ઉત્તરસંડા પીપલ્સ કો. ઓ. બેંક લી. ના સ્વરૂપમાં ફેરવાઈ બિન સભાસદોની બચતો સ્વીકારવાનું શરુ થયું. કાર્યક્ષેત્રની કામગીરીનું ક્ષેત્ર વિશાલ થયું.

તેના પેહલા દાયકને અંતે દેશ આઝાદ થયો. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ બાદ બીજા દાયકામાં સહકારી પ્રવુતિ ને અગ્રીમતા અપાઈ. પંચવર્ષીય યોજના ઘડાઈ બેન્કનો વિકાસ વ્યવસ્થિત થવા લાગ્યો, આ વિકાસના સંજોગોમાં બેંક નું સુકાન પરદેશના બેન્કિંગ ક્ષેત્રના અનુભવીઓ એવા સ્વ. સોમાભાઈ દાજીભાઈ પટેલ , સ્વ. શ્રી ચુનીભાઈ શંકરભાઇ પટેલ ,સ્વ. શ્રી જયનારાયણ ઈશ્વરભાઈ પટેલ, સ્વ. શ્રી મણીભાઈ સોમાભાઈ પટેલ તથા સર્વ હોદ્દેદારોએ સાથ સહકાર અને કુશળ વહીવટી સંચાલનના પ્રયાસે કરી જનતા નો વિશ્વાસ સાનિધ્યમાં તેની રજત જયંતિ ઉજવાઈ આ પ્રસંગે એક સ્મૃતિગ્રંથ પણ બહાર પાડવામાં આવ્યો હતો. જનસેવાના તેમના આવા સનિષ્ઠ પ્રયાસોને અત્રે બિરદાવીએ છીએ અને સ્મરણાંજલિ અર્પીએ છીએ.

સને. ૧૯૬૨માં બેન્કની રજત જયંતિ ઉજવાઈ ત્યારે ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. રાજ્ય સમક્ષ આર્થિક અશાંતિ અને વિકાસના પ્રશ્નો ઉભા થયા હતા. દેશ પંચવર્ષીય યોજના પુરી કરવા ગામજનો ને આર્થિક ઉત્થાન ને ચીલે ચઢાવવાની કામગીરીને અગ્રીમતા આપવામાં આવી સહકારી બેન્કિંગ પ્રવુતિ ને વધુ ઝોક અપાયો અને ગ્રામજનોને બેન્કિંગ સેવા વધુ મળે તેમના ધિરાણ અને થાપણોના એકત્રીકરણ ની દિશામાં વધુ વેગીલા પ્રયાસો હાથ ધરાયા.

બેન્કના ચોથા દાયકને અંતે ૨૬ ડિસેમ્બર ૧૯૭૫ના રોજ બેન્કના અદ્યતન સેઇફ ડિપોઝીટ વોલ્ટ સાથેના મકાનનું ઉદ્ધઘાટન ગુજરાત રાજ્યના તે સમયના મુખ્યમંત્રી શ્રી બાબુભાઇ જશભાઈ પટેલના વરદ હસ્તે તથા સેઇફ ડિપોઝિટ વોલ્ટનું ઉદ્ધઘાટન બેન્કના પ્રથમ માનદ મંત્રી શ્રી પુરુષોત્તમદાસ મુળજીભાઈ પટેલ ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

બેંક ને રિઝર્વ બેન્કની માન્યતા (Licence) યુ.બી.ડી.જી.જે. ૬૭૨પી બેન્કને પ્રાપ્ત થયું છે જે ગૌરવપ્રદ હકીકતની અત્રે નોંધ લેવી ઘટે.